
આપણે જેના દ્વારા આપણી આસપાસની અદભુત દુનિયા નિહાળી શકીએ છીએ જેને આપણે આંખો કહીએ છીએ. સજીવઅંગોમાં આંખ કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે. સામાન્ય રીતે આંખની સરખામણી આપણે કૅમેરા સાથે કરીએ છીએ. આમતો ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં ધોરણ ૧૨ માનોવિજ્ઞાનમાં આવતા એક પ્રકરણ સંવેદન,ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં માનવઆંખ વિશે વિસ્તૃત માહિતી આપેલ છે. માનવઆંખ કેવી છે? અને આંખ કેવી રીતે કાર્ય કરે છે? ચાલો જાણીએ.
માનવઆંખ માં સૌપ્રથમ કોઈ પણ વસ્તુમાંથી આવાતા પ્રકાશના કિરણો કનિનીકા દ્વારા આંખમાં પ્રવેશે છે. કનિકાની પાછળ આવેલા સ્નાયુમય બંધારણને આઇરીસ કહે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે. કનિનીકાની પાછળ કેન્દ્રમાં રહેલ આંખનું દર્પણમુખ જેને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ, જેને નાની-મોટી કરવાનું કામ આઈરીસ કરે છે. કીકીમાંથી પસાર થઈ પ્રકાશનાં કિરણો નેત્રમણિ તરીકે ઓળખાતા જેલી જેવા સ્થિતિસ્થાપક પદાર્થ પર આપાત થાય છે. નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સીલીયરી સ્નાયુઓ કહેવામાં આવે છે. જે નેત્રમણિની જાડાઈમાં ફેરફાર કરી તેની કેન્દ્રલંબાઇ બદલી શકે છે.
નેત્રમણિ દ્વારા વક્રીભવન પામીને આંખના જે સ્થાનમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય તેને નેત્રપટલ આપણે નેત્રપટલ તરીકે ઓળખીએ છીએ. જ્યારે પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર પડે ત્યારે તેમાં રહેલા પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા મગજને મોકલવામાં આવે છે જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે.
સીલીયરી સ્નાયુઓ મનાવાઅંખના લેન્સની વક્રતામાં અમુક હદ સુધી જ ફેરફાર કરી શકે છે. આંખના લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી તેની કેન્દ્રલંબાઈ બદલાય છે. સ્નાયુઓની સામાન્ય સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે અને તેની કેન્દ્રલંબાઈ વધારે હોય છે. આથી આંખ દુરની વસ્તુ નિહાળવા માટે સમક્ષ બને છે. જ્યારે સીલીયરી સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે આંખના લેન્સની વક્રતામાં વધારો થવાથી કેન્દ્રલંબાઈમાં ઘટાડો થાય છે અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે.
#shortvideo #shortsvideo #love #reels #tranding #commedy #funny #new #virel